અમેરિકામાં પોતાની વિશાળ ટી ચેઇનના લિસ્ટિંગ સાથે ૩૦ વર્ષીય ચાઇનીઝ ઉદ્યોગસાહસિક બિલિયોનેર બની ગયો છે. બીજી તરફ અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોરના તણાવને કારણે આર્થિક વિભાજન અને બજારની અસ્થિરતા વધી રહી છે. અમેરિકન IPO બજાર લગભગ સ્થિર છે. આ સ્થિતિમાં કેટલાક વિશ્લેષકો અમેરિકન એક્સચેન્જોમાંથી ચીનની કંપનીઓના શેર્સને હટાવવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે જુનજી ઝાંગની ચાગી હોલ્ડિંગ્સ લિમિટેડે ગુરુવારે નાસ્ડેક પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તેના આઇપીઓ દ્વારા 411 મિલિયન ડોલર એકઠા થયા અને તેની કિંમત વધુ ઉછળી હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પ્રમાણે, ન્યૂયોર્કમાં બપોરે 12:10 કલાકે ચાગીના શેર 40 ટકા વધ્યા, જેનાથી ઝાંગને 2.6 બિલિયન ડોલરની નેટવર્થ મળી હતી, જેમાં તેનું પ્રથમવાર મૂલ્યાંકન થયું છે. તેની સંપત્તિમાં વધારો ફક્ત ચાગીમાં તેના હિસ્સામાંથી થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, કંપનીમાં ઝાંગના હિસ્સાના આધારે તેમની સંપત્તિ 1.8 બિલિયન ડોલર છે, જેણે પ્રથમવાર તેનું મૂલ્ય નક્કી કર્યું હતું. જોકે, આ અંગે ચાગીના પ્રતિનિધિઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
