United States Gross Domestic Product (GDP)

વિશ્વની બે આર્થિક મહાસત્તા વચ્ચેના ટ્રેડ વોરને વધુ ઉગ્ર બનાવતા અમેરિકાએ જણાવ્યું હતું કે ચીન તેના વળતા પગલાંને કારણે હવે અમેરિકામાં 245 ટકા સુધીની ટેરિફનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી અમેરિકાએ આ ટ્રેડ વોર ચાલુ કર્યું છે અને તેનાથી સમગ્ર વિશ્વના અર્થતંત્રને અસર થઈ છે.

મંગળવારે જારી કરેલી ફેક્ટશીટમાં વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે આયાતી પ્રોસેસ્ડ ક્રિટિકલ મિનરલ્સ અને તેમના ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સ પર યુએસની નિર્ભરતાને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમોની તપાસ શરૂ કરવા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રથમ દિવસથી ટ્રમ્પે અમેરિકાના અર્થતંત્રને ફરીથી મહાન બનાવવા માટે તેમની અમેરિકા ફર્સ્ટ ટ્રેડ પોલિસી શરૂ કરી છે. 75થી વધુ દેશોએ નવી વેપાર સમજૂતી કરવા અમેરિકાનો સંપર્ક કર્યો છે. તેના પરિણામે ચીન સિવાયના દેશો પર ટેરિફ પર બ્રેક મારવામાં આવી છે. ચીને વળગા પગલાં લીધી હોવાથી તે હવે અમેરિકામાં 245 ટકા સુધીની ટેરિફનો સામનો કરી રહ્યું છે. જોકે ફેક્ટશીટમાં ચીન કેવી રીતે આટલી ઊંચી ટેરિફનો સામનો કરી રહ્યું છે તેની વિગતો આપી ન હતી.

LEAVE A REPLY