મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રપટેલે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અક્ષરધામ પરિસરમાં નવાા વર્ષ નિમિત્તે દર્શન, નીલકંઠ વર્ણી અભિષેક કરી હજારો દિવડાઓ અને ગ્લો ગાર્ડનથી સુશોભિત અક્ષરધામ નિહાળી પ્રસન્નતા અનુભવી હતી. અક્ષરધામ પરિસરમાં નવનિર્મિત ‘નીલકંઠ વાટિકા’ની મુલાકાત લઇ ત્યાં કિશોર યોગી શ્રી નીલકંઠ વર્ણીની ૪૯ ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિના દર્શન કરી અભિભૂત થયા અને પોતાની અનુભૂતિ મુખ્ય પ્રધાને મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અક્ષરધામ હરિમંદિર પાછળ ઉભા કરાયેલ વિશાળ સભામંડપમાં હજારો ભકતો સમક્ષ વર્ણવી હતી.
