દક્ષિણ કોરિયાના પ્રેસિડન્ટ યુન સુક યેઓલની દેશમાં માર્શલ લોની લાદવાની જાહેરાતનો લોકોએ 4 ડિસેમ્બર 2024ના રોજ કેન્ડલલાઇટ માર્ચ કાઢીને વિરોધ કર્યો હતો. માર્શલ લોને થોડો કલાકોમાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. લોકો હવે પ્રેસિડન્ટના રાજીનામાની માગણી કરી રહ્યાં છે. REUTERS/Kim Kyung-Hoon

સાઉથ કોરિયામાં માર્શલ લો લાદવાના મંગળવારના પ્રેસિડન્ટ યૂન સુક યેઓલના નિષ્ફળ પ્રયાસ પછી દેશમાં રાજકીય અરાજકતા ઊભી થઈ હતી અને તેમના પર રાજીનામું આપવાનું તીવ્ર દબાણ ઊભું થયું હતું.

છ વિરોધ પક્ષોએ પ્રેસિડન્ટ યૂન સામે મહાભિયોગ કાર્યવાહી માટે બિલ રજૂ કર્યું હતું મુખ્ય વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીએ જણાવ્યું હતું કે તેને પ્રેસિડન્ટ, તેમજ સંરક્ષણ અને ગૃહ પ્રધાનો સામે રાજદ્રોહના આરોપ મૂકશે. દેશના સૌથી મોટા યુનિયન જૂથે જણાવ્યું હતું કે જ્યાં સુધી પ્રેસિડન્ટ રાજીનામું ન આપે ત્યાં સુધી હડતાળ પાડવામાં આવશે. યુનના સંરક્ષણ પ્રધાન, ચીફ ઓફ સ્ટાફ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમના રાજીનામા સુપરત કર્યા હતાં.

દક્ષિણ કોરિયાના પ્રેસિડન્ટ યૂન સુક યોલે મંગળવાર, 3 ડિસેમ્બરે દેશમાં અચાનક લાદેતા માર્શલ લો સામે વ્યાપક વિરોધી દેખાવો ચાલુ થયા હતાં. પ્રેસિડન્ટે ઇમર્જન્સી જાહેર કર્યા પછી દેશના અનેક શહેરોમાં હોબાળો મચી ગયો હતો. દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને અનેક ગાડીઓમાં તોડફોડ સાથે આગચંપી કરી હતી. પોલીસ અને દેખાવકારો આમને સામને આવી ગયા હતા. પ્રેસિડન્ટની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી બજેટ બિલ પર કોઈ સમજૂતી થઈ શકી નથી.

પ્રેસિડન્ટે લશ્કરી કાયદો લાદવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષો ઉત્તર કોરિયાના ઈશારે દેશ વિરોધી પ્રવત્તિઓ કરી રહ્યા છે. વિપક્ષો સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા તેથી માત્ર આ જ વિકલ્પ બચ્યો હતો. બંધારણ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મારે આ નિર્ણય લેવો પડ્યો છે. પ્રેસિડન્ટની પત્ની વિરુદ્ધ કૌભાંડનો આક્ષેપો કર્યા છે અને તેની તપાસ કરવા માટે વિપક્ષે માંગ કરી છે.

LEAVE A REPLY