કિંગ ચાર્લ્સ ત્રીજાના જન્મ દિન પ્રસંગે જાહેર કરાયેલ બર્થડે ઓનર્સ લીસ્ટમાં લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના અગ્રણી શ્રી ચંદુભાઈ રૂઘાણીને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) એનાયત કરવામાં આવ્યો છે.

ચંદુભાઈ રૂઘાણી LCNLની EC કમિટી, સીનીયર્સ મેન્સ ક્લબ અને એજીંગ પોપ્યુલેશનના ચેરમેન છે. તેમણે સમાજના વરિષ્ઠ સભ્યોના જીવનમાં સુધારો કરવા માટે પોતાનું અસાધારણ સમર્પણ અને સેવાએ આપી છે જેણે નોંધપાત્ર અને કાયમી અસર ઉભી કરી છે.

એલસીએનએલના પ્રમુખ અને કારોબારી સમિતિએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY