PTI GRAPHICS.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ આ વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો સંપૂર્ણ કાર્યક્રમ ગયા સપ્તાહે જાહેર કર્યો હતો. તે મુજબ ભારત – પાકિસ્તાનની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રહેશે. ભારતીય ટીમ તેની તમામ મેચ યુએઈમાં જ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે, પણ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે.

ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો વચ્ચે 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ છે, તો સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ ગ્રુપ-Bમાં છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન – ન્યૂઝીલેન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ – ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન – દક્ષિણ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી – ઑસ્ટ્રેલિયા – ઈંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ – ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા – દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન – ઈંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન – બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન – ઓસ્ટ્રેલિયા, લાહોર
1 માર્ચ – દક્ષિણ આફ્રિકા – ઈંગ્લેન્ડ, કરાચી
2 માર્ચ – ન્યૂઝીલેન્ડ – ભારત, દુબઈ
4 માર્ચ – સેમિ ફાઇનલ-1, દુબઈ
5 માર્ચ – સેમિ ફાઇનલ-2, લાહોર
9 માર્ચ – ફાઈનલ – લાહોર અથવા દુબઈ
10 માર્ચ – ફાઈનલ માટેનો રીઝર્વ ડે

LEAVE A REPLY