(PTI Photo)

ભારતના પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM)ની મુલાકાત દરમિયાન યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાને દેશમાં ઓફર કરેલા પ્રવાસી સ્થળોની વિપુલતાની શોધ કરવા અને વધુ પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવા માટે ચલો ઈન્ડિયા અભિયાનને અપનાવવા હાકલ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘ચલો ઇન્ડિયા’ પહેલને પ્રકાશિત કરતા શેખાવતે કહ્યું હતુ કે “મને લાગે છે કે ચલો ઈન્ડિયા ઝુંબેશ સાથે જોડાઇને તમે આપણા મહાન રાષ્ટ્રના પ્રવાસ અને ટૂરીસ્ટ એમ્બેસેડર તરીકે કામ કરવા જઈ રહ્યા છો. યુકેમાં વસતા તમામ ડાયસ્પોરા ભારતીયો આ પહેલના બ્રાંડ એમ્બેસેડર હશે અને તેમના બિન-ભારતીય મિત્રોને નવા ભારત તથા તેની તમામ ભવ્યતા જોવા માટે આમંત્રિત કરશે.”

શેખાવતે ચલો ઈન્ડિયા રેફરલ પ્રોગ્રામ હેઠળ પ્રવાસ કરતા તમામ વિદેશી મહેમાનો માટે 31 માર્ચ સુધી એક લાખ મફત ઈ-ટૂરિસ્ટ વિઝાની ઓફરને હાઈલાઈટ કરી હતી. નવા ચલો ઈન્ડિયા પોર્ટલની શરૂઆત કરાઇ છે જેના દ્વારા ભારતના વિદેશી નાગરિકો ભારતના કોઈપણ પ્રવાસી આકર્ષણનો અનુભવ કરવા માટે મફત પ્રવાસી ઈ-વિઝા માટે પાંચ મિત્રોને રેફરન્સ આપી શકશે.

યુકેના ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું હતું કે, “મને લાગે છે કે તમારા માટે અદ્ભુત ભારતના અદ્ભુત રાજદૂત બનવાની અને તેની ઉજવણી કરવાની ખરેખર તક છે.” તેલંગણા, ઉત્તરાખંડ અને ગોવાના પ્રવાસન પ્રધાનો અને ઓડિશાના નાયબ મુખ્ય પ્રધાન આ વર્ષના WTMમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ થયા હતા.

LEAVE A REPLY