ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનનો તાગ મેળવવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ 6 સભ્યોની ટીમે 12થી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી હતી. રાજ્યના અધિક મુખ્ય સચિવ જયંતી રવિના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. રાજ્યમાં ૨૫ ઓગસ્ટથી ડીપ ડિપ્રેશનના કારણે પડેલ ભારે વરસાદને કારણે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં થયેલ નુકસાનીનું આંકલન કરવામાં આવ્યું હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને રાજેન્દ્ર રત્નુ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ, નેશનલ ઇંસ્ટિટ્યૂટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષસ્થાને તથા રાહત કમિશનર આલોકકુમાર પાંડેની ઉપસ્થિતિમાં અલગ અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી. રાજેન્દ્ર રત્નુ દ્વારા રાજ્યમાં વરસાદના કારણે થયેલ નુકસાનીના સંદર્ભે કૃષિ, સિંચાઈ, પાણી પૂરવઠા, પશુપાલન, માર્ગ અને મકાન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, SSNNL વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

LEAVE A REPLY