પીએમ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંગળવાર, 17 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક પુસ્તિકા જારી કરી હતી. (ANI Photo/Rahul Singh)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરી થવાના પ્રસંગે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવા માટે “ખૂબ જ ટૂંક સમયમાં” જાહેરાત કરશે.

જાતિ આધારિત વસ્તીગણતરીના મુદ્દે અમિત શાહે જણાવ્યું હતું કે અમે વસ્તી ગણતરીની જાહેરાત કરીશું ત્યારે અમે તમામ વિગતો જાહેર કરીશું.જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવા માટે રાજકીય પક્ષોની જોરદાર માંગણીઓ વચ્ચે અમિત શાહની વસ્તી ગણતરી અંગેની ટિપ્પણીઓ આવી છે.

અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પણ જાતિગત વસ્તીગણતરીની તરફેણ કરી હતી. ભારત 1881થી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરે છે. આ દાયકાની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલ, 2020ના રોજ શરૂ થવાની ધારણા હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે તેને મુલતવી રાખવી પડી હતી.

ગયા વર્ષે સંસદ દ્વારા ઘડવામાં આવેલ મહિલા અનામત ધારાનો અમલને પણ વસ્તી ગણતરી સાથે જોડાયેલો છે. આ વસ્તી ગણતરીના આધારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની કવાયત ચાલુ થશે. સમગ્ર વસ્તી ગણતરી અને એનપીઆર કવાયતમાં સરકારને રૂ.12,000 કરોડથી વધુનો ખર્ચ થવાની સંભાવના છે. આ કવાયત જ્યારે પણ તે થશે નાગરિકોને સ્વ-ગણતરી કરવાની તક આપતી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે.

LEAVE A REPLY