રવિવારે રાજકોટમાં NEET-UG પરીક્ષાઓ ફરી યોજના સામે વિદ્યાર્થીઓ વિરોધ કર્યો હતો. . (ANI Photo)

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG  2024ની કથિત ગેરરીતિની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રવિવારે પોતાના હાથમાં લીધી હતી અને તપાસ માટે ગુજરાતના ગોધરા અને બિહારના પટનામાં વિશેષ ટીમો મોકલી હતી, આ બંને જગ્યાએ પ્રશ્નપત્ર લીકના થયા હોવાની પોલીસ ફરિયાદ થયેલી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાના ચાર જૂને પરિણામ જાહેર થયા પછીથી દેશભરમાં વિરોધી દેખાવો થઈ રહ્યાં છે અને આ પરીક્ષા ફરી યોજનાની માગણી થઈ રહી છે. કેટલાંક વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા યોજનાનો પણ વિરોધ કરી રહ્યાં છે.

કેન્દ્રીય એજન્સીએ શિક્ષણ મંત્રાલયના રેન્ફરન્સને આધારે રવિવારે FIR  કરી હતી. આ કેસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સીબીઆઈએ  તપાસ ચાલુ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રાલયે ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે પરીક્ષાના સંચાલન દરમિયાન કેટલાક રાજ્યોમાં “અમુક અલગ અલગ ઘટનાઓ” બની હતી. આ દરમિયાન ગુજરાત સરકારે રવિવારે એક નોટિફિકેશન બહાર પાડીને સીબીઆઈને તપાસ સોંપી હતી.

સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રાલયે સીબીઆઈને ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસનો ભંગ તથા ઉમેદવારો, સંસ્થાઓ અને વચેટિયાઓ દ્વારા પુરાવાનો નાશ સહિતની તમામ કથિત અનિયમિતતાઓ સર્વગ્રાહી તપાસનો અનુરોધ કર્યો છે. સીબીઆઇ એક વ્યાપક ષડયંત્રનો એંગલ ધ્યાનમાં રાખીને જાહેર સેવકોની કથિત સંડોવણીની પણ તપાસ કરશે.

5 મે યોજાયેલી આ પરીક્ષા આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. પરિણામ 14 જૂને જાહેર થવાની ધારણા હતી, પરંતુ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. 67 જેટલા વિદ્યાર્થીઓમો 720માંથી 720  માર્ક મળ્યા હતા, જે ઈતિહાસમાં અભૂતપૂર્વ છે.  હરિયાણાના ફરીદાબાદના એક કેન્દ્રમાંથી છ વિદ્યાર્થીઓ ટોપર બન્યા હતા. તેનાથી ગેરરીતિની આશંકા જન્મી હતી. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક અપાયા હતા, જેને વિરોધ પછી રદ કરાયા હતા. આ પરીક્ષાના પ્રશ્નપત્રો આશરે 23 લાખમાં વેચાયા હોવાની એક આરોપીએ કબુલાત કરી હતી. ઘણા લોકોએ હાઈકોર્ટમાં તેમજ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી છે.

 

 

LEAVE A REPLY