(ANI Photo)

વેબસિરિઝ ‘ગંદી બાત’માં વાંધાજનક દ્રશ્યો બદલ ફિલ્મ નિર્માતા એકતા કપૂર અને માતા શોભા સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ કેસ દાખલ કરાયો હતો. ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગંદી બાત સીઝન છઠ્ઠા એપિસોડમાં સગીર છોકરીઓને સંડોવતા અશ્લીલ દ્રશ્યો દર્શાવવા બદલ તેમની સામે આ કાનૂની કાર્યવાહી કરાઈ હતી.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બાલાજી ટેલિફિલ્મ લિમિટેડ, એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ મુંબઈના MHB પોલીસ સ્ટેશનમાં IPC, IT એક્ટની કલમ 295-A અને POCSO એક્ટની કલમ 13 અને 15 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2021 અને એપ્રિલ 2021 વચ્ચે અલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થયેલી સિરિઝમાં સગીર છોકરીઓના અશ્લીલ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. જો કે, વિવાદાસ્પદ એપિસોડનું સ્ટ્રીમિંગ હાલમાં બંધ કરાયું છે.

દરમિયાન, એકતાની  લવ, સેક્સ ઔર ધોખા-2 આ વર્ષની શરૂઆતમાં 19 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. LSD 2 નામની આ ફિલ્મ દિબાકર બેનર્જી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

એકતા કપૂર તેની હિટ ટેલિવિઝન સિરિયલોથી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું હતું. તેને ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, કસૌટી જીંદગી કે, નાગિન અને કુંડલી ભાગ્ય જેવી કેટલીક ટીવી સિરિયલો બનાવી છે. સિરિયલો સિવાય તેને ફિલ્મો પણ બનાવી છે. તેમાંના કેટલાકમાં ક્રિષ્ના કોટેજ, શોર ઇન ધ સિટી, રાગિણી એમએમએસ, થેન્ક યુ ફોર કમિંગ અને ક્રૂનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY