(Photo by Dean Mouhtaropoulos/Getty Images)

વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં એક મોટો વિવાદ જાગ્યો હતો અને પછી ફેડરેશને આખરે નિયમો હળવા કરી તે ઉકેલ્યો હતો. બે દિવસ પહેલા કાર્લસનને ટુર્નામેન્ટમાંથી બહાર કરાયા પછી સોમવારે ફેડરેશને ડ્રેસ કોડના નિયમ હળવા કરતાં કાર્લસન ટુર્નામેન્ટમાં ફરી રમવા તૈયાર થયો હતો અને આ રીતે વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

ચેસ ગ્રાન્ડમાસ્ટર મેગ્નસ કાર્લસનની ટુર્નામેન્ટ દરમિયાન જીન્સ પહેરવા બદલ હકાલપટ્ટી કરાઈ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશને જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટના નિયમોમાં ‘ડ્રેસ કોડ’ (કપડા સંબંધિત નિયમો) છે, જે મુજબ ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓને જીન્સ પહેરવું પ્રતિબંધિત છે. ચીફ આર્બિટરે કાર્લસનને ઉલ્લંઘનની જાણ કરી હતી. તેમણે કાર્લસનને 200 ડોલરનો દંડ કર્યો હતો અને કપડાં બદલવાની વિનંતી કરી હતી. પરંતુ કાર્લસનને આવું કરવાની ના કહી હતી, જેના કારણે તેની નવમા રાઉન્ડમાં રમવા માટે પસંદગી કરાઇ નહોતી.

LEAVE A REPLY