પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

માઇગ્રેશનને રોકવા માટેના કેનેડાના તાજેતરના નવા નિયમોથી ભારતના અનેક વિદ્યાર્થીઓ સહિત હજારો વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. નવા નિયમોથી વર્ક અને રેસિડેન્ટ પરમિટ માટે અરજી કરતાં લોકોને નેગેટિવ અસર થશે.

આ નવા નિયમો ફેબ્રુઆરીની શરૂઆતથી અમલમાં આવ્યા છે. તેમાં કેનેડાના બોર્ડર અધિકારીઓને કોઈપણ સમયે જરૂર લાગે તો વિદ્યાર્થીઓ, કામદારો અને સ્થળાંતર કરનારાઓના વિઝા સ્ટેટસમાં ફેરફાર કરવાની અમર્યાદ સત્તા અપાઈ છે. નવા ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સ હેઠળ, કેનેડિયન સરહદ કર્મચારીઓને હવે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝન (eTAs) અને કામચલાઉ રેસિડેન્ટ વિઝા (TRVs) જેવા અસ્થાયી નિવાસી દસ્તાવેજોનો નકાર કરવાની અને રિજેક્ટ કરવાની સત્તા અપાઈ છે. આનો અર્થ એવો થાય છે કે બોર્ડર અધિકારીઓ હવે વર્ક પરમિટ અને સ્ટુડન્ટ વિઝા જેવા ડોક્યુમેન્ટને રદ કરી શકશે.

જોકે આવા વિઝા રદ કરવા માટે કેટલીક માર્ગરેખાનું પાલન કરવું પડશે. જો કોઈ અધિકારીને ખાતરી ન હોય કે વ્યક્તિ તેમના અધિકૃત રોકાણની સમાપ્તિ પર કેનેડા છોડી દેશે, તો તેઓ કેનેડામાં તેમના રોકાણ દરમિયાન પણ તેમના પ્રવેશને નકારી શકે છે અથવા તેમની પરમિટ રદ કરી શકે છે.આવો નિર્ણય કરવાની વિવેકાધીન સત્તાઓ અધિકારીને સોંપવામાં આવે છે.

LEAVE A REPLY