પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડાએ ભારત પ્રવાસ કરતા લોકો માટે સુરક્ષાના ચેકિંગમાં વધારો કર્યો છે. ભારતમાં મુસાફરી કરતા મુસાફરોને સલાહ આપી છે કે એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં વિલંબ થઈ શકે છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ મૂક્યા પછી બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં ખટાશ વચ્ચે કેનેડાએ આ નિર્ણય કર્યો છે.

ફેડરલ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિતા આનંદે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય ભારતમાં પ્રવાસ કરતા લોકો માટે ‘સાવધાનીના પગલાં તરીકે સુરક્ષા ચેકિંગમાં વધારશે.ટ્રાન્સપોર્ટ કેનેડાએ ભારતના પ્રવાસીઓ માટે અસ્થાયી વધારાના સુરક્ષા સ્ક્રીનીંગ પગલાં અમલમાં મૂક્યા છે. આ પગલાંને કારણે સ્ક્રીનિંગ વિલંબ થઈ શકે છે.

કેનેડાથી ભારત આવતા મુસાફરોની વધુ સુરક્ષા તપાસ કરવામાં આવશે. ભારત આવતા લોકો તથા તેમના સામાનનું એરપોર્ટ પર ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોની તપાસમાં થોડો વધુ સમય આગશે. આ સુરક્ષા પ્રોટોકોલનો અમલ કેનેડિયન એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી (CATSA) કરશે. CATSA એજન્સી છે જે કેનેડિયન એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા પહેલા મુસાફરો અને તેમના સામાનની તપાસ કરશે.

એર કેનેડાએ ભારત મુસાફરી કરતા મુસાફરોને લાંબા સિક્યુરિટી ટાઈમ અંગેની જાણકારી આપી હતી,. જેના માટે મુસાફરોએ ચાર કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાનું રહેશે.

LEAVE A REPLY