વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની પ્રધાનમંડળીય સમિતિએ દેશભરમાં રૂ. 50,655 કરોડનાં ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે મંજૂરી આપી છે. આ 8 પ્રોજેક્ટ્સના અમલીકરણથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 4.42 કરોડ માનવદિવસોની રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટમાં 6-લેન થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોરનો પણ સમાવેશ થાય છે.
સમિતિએ મંજૂર કરેલા પ્રોજેક્ટ્સમાં 6-લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર, 4-લેન ખડગપુર-મોરેગ્રામ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર, 6-લેન થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર, 4-લેન અયોધ્યા રિંગ રોડ, રાયપુર-રાંચી નેશનલ હાઇસ્પીડ કોરિડોરના પાથલગાંવ અને ગુમલા વચ્ચે 4-લેન વિભાગ અને 6-લેન કાનપુર રિંગ રોડનો સમાવેશ થાય છે.
214 કિલોમીટરનો થરાદ – ડીસા – મહેસાણા – અમદાવાદ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોર રૂ.10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ – ઓપરેટ – ટ્રાન્સફર (BOT) મોડથી વિકસાવવામાં આવશે. આ કોરિડોર ગુજરાત રાજ્યમાં બે મુખ્ય રાષ્ટ્રીય કોરિડોર, અમૃતસર-જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાથી પંજાબ, હરિયાણા અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતા માલવાહક વાહનો માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

LEAVE A REPLY