ભારતમાં લોકસભા પછી 7 રાજ્યોમાં 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં NDA ગઠબંધનને મોટો ઝટકો મળ્યો છે. કુલ 13 બેઠકોમાંથી 10 બેઠકો પર કોંગ્રેસના નેતૃત્ત્વવાળા INDIA ગઠબંધનને જીત મેળવી છે. જેમાં કોંગ્રેસ 4, TMC 4, AAP અને DMKએ 1-1 બેઠક મળી છે. જ્યારે ભાજપને 2 બેઠકો અને અપક્ષને એક બેઠક મળી છે. ઉત્તરાખંડમાં બદ્રિનાથ બેઠકમાં કોંગ્રેસની મળેલી જીતથી કાર્યકરોમાં ઉત્સાહમાં છે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસ આ વિજયની અયોધ્યાની જીત સાથે સરખામણી કરી રહ્યું છે. આ પેટાચૂંટણીમાં હિમાચલ પ્રદેશની 3 બેઠકોમાંથી કોંગ્રેસને 2 અને ભાજપને 1, ઉત્તરાખંડની બંને બેઠકો પર કોંગ્રેસ, પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો પર ટીએમસી, તમિલનાડુની એક બેઠક પર ડીએમકે, પંજાબની એક બેઠક પર આમઆદમી પાર્ટી, મધ્યપ્રદેશની એક બેઠક પર ભાજપ અને બિહારની એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો.

LEAVE A REPLY