ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે સૌથી વધુ વિકેટ લેવાની એક સિદ્ધિ મેળવી છે. આ મેચમાં ટીમનું નેતૃત્ત્વ કરી રહેલા બુમરાહે પહેલા સેશનની શરૂઆતમાં જ માર્નસ લાબુશેનની મોટી વિકેટ ખેરવી હતી. જસપ્રીત બુમરાહે 47 વર્ષ પહેલા બિશનસિંઘ બેદી દ્વારા સ્થાપિત રેકોર્ડને તોડ્યો છે. 31 વર્ષીય બુમરાહ આ સીરિઝમાં સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે અને તેણે અનેકવાર ભારતને મજબૂત સ્થિતિ અપાવી છે. લાબુશેનની વિકેટ સાથે બુમરાહે સીરિઝમાં પોતાની વિકેટોની સંખ્યા વધારીને 32 કરીને બેદીનો રેકોર્ડ તોડ્યો હતો. બેદીએ 1977-78માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં 31 વિકેટ લીધી હતી. 31 વર્ષીય બોલરે આ સીરિઝમાં ત્રણ વખત પાંચ વિકેટ ઝડપી છે.

LEAVE A REPLY