અમેરિકાના ન્યૂ યોર્કમાં ગયા સપ્તાહે પુરી થયેલી વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બુધવારે ભારતની આર. વૈશાલીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ઇતિહાસ સર્જ્યો હતો. આ વખતની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતે શાનદાર દેખાવ કર્યો હતો, કોનેરુ હમ્પીએ રેપિડ ચેસમાં ટાઇટલ હાંસલ કર્યું હતું.
ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યા બાદ નવ પોઇન્ટ સાથે આગળ ધપેલી વૈશાલીએ બુધવારે (31 ડિસેમ્બર) ચીનની ઝુ જીનરને 2.5-1.5થી હરાવી હતી પરંતુ સેમિફાઇનલમાં ચીનની જ હરીફ જૂ વેનિજૂન સામે તેનો 0.5-2.5થી પરાજય થયો હતો. આમ તેને બ્રોન્ઝ મેડલથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું.
પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (ફિડે)ના વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વનાથન આનંદે આ સફળતા બદલ વૈશાલીને અભિનંદન પાઠવ્યા હતા.