ભારતના યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને ચીનમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી કિંગ કપ ઈન્ટરનેશનલ બેડમિન્ટનમાં ત્રીજા ક્રમે રહી બ્રોંઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
તે ફ્રાન્સના ઉભરતા ખેલાડી એલ્કેસ લેનિયર સામે સીધી ગેમ્સમાં વિજેતા રહ્યો હતો. 23 વર્ષના લક્ષ્ય સેને લેનિયરને 21-17, 21-11થી હરાવ્યો હતો અને ત્રીજા ક્રમે રહી રૂ.36 લાખનું ઈનામ પ્રાપ્ત કર્યું હતું.અગાઉ સૌપ્રથમ લક્ષ્યનો સેમિફાઈનલમાં ચીની હરીફ અને વર્લ્ડ જૂનિયર ચેમ્પિયન હુ ઝેઆન સામે પુરૂષ સિંગલ્સમાં પરાજય થયો હતો.
