લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બીને તા. 2ના રોજ સંસદના ચાર નવા ચૂંટાયેલા બ્રિટિશ મુસ્લિમ સાસંદો ભારતીય મૂળના લેસ્ટરના સાસંદ શોકત આદમ અને ઈકબાલ મોહમ્મદ તથા પાકિસ્તાની મૂળના અયૂબ ખાન અને અદનાન હુસૈને કોર્બીન સાથે હાથ મેળવી નવા પ્રો-પેલેસ્ટિનિયન “સ્વતંત્ર ગઠબંધન”ની રચના કરવાની જાહેરાત કરી હતી.
આ પાંચ સાસંદોનું ગૃપ ફાર રાઇટ પાર્ટી રિફોર્મ યુકે, નોર્ધર્ન આયર્લૅન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP), ગ્રીન પાર્ટી અને પ્લાઇડ કીમરુ જેવી ક્ષમતા ઘરાવશે. આ અપક્ષ સાંસદોએ ગત સામાન્ય ચૂંટણી મજબૂત ઈઝરાયેલ વિરોધી મંચ પર લડી હતી અને હાઉસ ઓફ કોમન્સની ચર્ચાઓ અને સમિતિઓમાં ભાગ લેવા માટેની તેમની પસંદગીની તકો વધે તે માટે એક સત્તાવાર સંસદીય જૂથ તરીકે જોડાણ કર્યું છે.
આ નવા સ્વતંત્ર એલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને અમારા મતદારો દ્વારા નિરાશાભરી સંસદમાં આશા પૂરી પાડવા માટે ચૂંટ્યા હતા. પહેલેથી જ, આ સરકારે લગભગ 10 મિલિયન પેન્શનરો માટે વિન્ટર ફ્યુઅલ ભથ્થું રદ કર્યું છે, બે બાળકો રાખવા માટે મત આપ્યો છે. બેનિફિટ્સ કેપ, અને ઇઝરાયેલને શસ્ત્રોના વેચાણને સમાપ્ત કરવાના કોલને અવગણવામાં આવ્યા છે. અમે માનીએ છીએ કે એક સામૂહિક જૂથ તરીકે, અમે વધુ અસર સાથે આ કરવાનું ચાલુ રાખી શકીએ છીએ.’’
કોર્બીને લંડનના ઇસ્લિંગ્ટન નોર્થમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને લેબરના બ્રિટિશ ભારતીય પ્રફુલ નારગુંદને નિર્ણાયક રીતે હરાવ્યા હતા. જ્યારે શોકત આદમે લેસ્ટર સાઉથમાં લેબર જાયન્ટ જોનાથન એશવર્થને હટાવ્યા હતા. ઇકબાલ મોહમ્મદે ડ્યૂઝબરી અને બેટલીમાં 40 ટકાથી વધુ મતો મેળવ્યા હતા. દરમિયાન, અયુબ ખાન બર્મિંગહામ પેરી બાર અને અદનાન હુસૈન બ્લેકબર્ન માટે સાંસદ તરીકે ચૂંટાયા હતા.