ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગરમાં ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરન સાથે મુલાકાત કરી હતી. (ANI Photo)

ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરને સોમવાર, 12 ઓગસ્ટે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. કેમરોનની ગુજરાતની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હતી.

આ બેઠકમાં કેમરને બ્રિટન અને ગુજરાત વચ્ચે ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સહયોગમાં રસ દર્શાવ્યો હતો. તેમણે બ્રિટનના બિઝનેસ લેન્ડસ્કેપમાં ગુજરાતી સમુદાયો સહિત ભારતીય ડાયસ્પોરાના નોંધપાત્ર યોગદાન વિશે પણ  માહિતી આપી હતી. કમિશનરે ગુજરાતના ઔદ્યોગિક રોકાણકારોને બ્રિટનમાં રોકાણની તકો શોધવા માટે પ્રોત્સાહિત કરીને પણ આમંત્રણ આપ્યું હતું.

બ્રિટિશ હાઇ કમિશનર સાથેની વાતચીતમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણકાર્ય ચાલુ છે. ગ્રીન હાઈડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રમાં પણ ગુજરાતની ગ્લોબલ હાજરી છે.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે બ્રિટીશ ઉદ્યોગોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના સહિતની જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે. આ વાતચીતમાં બ્રિટિશ હાઇ કમિશનરે કહ્યું હતું કે, ગુજરાતમાં સાયબર સિક્યુરિટીની બ્રિટનની તજજ્ઞતાનો લાભ આપ્યો તેમજ NFSU સાથે આ સંદર્ભમાં કોલાબોરેશન પણ તેમણે કર્યું છે.

LEAVE A REPLY