પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અંશતઃ સંજોગો અને અગાઉની સરકારની નીતિઓને કારણે ભલે ઈમિગ્રેશન પહેલેથી જ ઘટી રહ્યું હોય પરંતુ થિંક ટેન્ક બ્રિટિશ ફ્યુચરના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દેશમાં વસી રહેલા 50 ટકા એટલે કે અડધી જનતા આગામી 12 મહિનામાં નેટ માઇગ્રેશન વધવાની અપેક્ષા રાખે છે જેની સામે માત્ર 12 ટકા લોકો તે ઘટશે તેવી અપેક્ષા રાખે છે.

દેશના જનતા વડા પ્રધાન કેર સ્ટાર્મર પાસે ઇમિગ્રેશનના આંકડા ઘટે તેવી અપેક્ષાઓ રાખે છે ત્યારે લોકો એવું માને છે કે યુકેના ઇમિગ્રેશનમાં એસાયલમનો હિસ્સો પાંચ ગણો વધારે છે પરંતુ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તે વાસ્તવમાં માત્ર 7% છે. સરેરાશ, લોકો માને છે કે તે આંકડો કુલ ઇમિગ્રેશનના ત્રીજા ભાગ 37% કરતાં વધુ છે. 39% રિફોર્મ મતદારો, 31% કન્ઝર્વેટિવ્સ અને યુકેના અડધાથી વધુ લોકો માને છે કે માઇગ્રેશન એસાયલમના કારણે વધે છે.

બ્રિટિશ ફ્યુચર અને ઇપ્સોસ દ્વારા ઇમિગ્રેશન એટીટ્યુડ ટ્રેકરના નવા તારણો, કામ અને અભ્યાસ માટે લોકોના માઇગ્રેશનને ઓછો અંદાજ આપે છે, જે યુકેમાં સૌથી વધુ સ્થળાંતર માટે જવાબદાર છે. લોકો માને છે કે જ્યારે વાસ્તવિક આંકડો 40% આસપાસનો છે ત્યારે 26% ઇમિગ્રેશન નોકરી માટે હોય છે. લોકો માને છે કે માત્ર 19% લોકો યુ.કે.ની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આવે છે જે વાસ્તવમાં લગભગ 38% છે.

અભ્યાસના લેખકો કહે છે કે ‘’આને પરિણામે આપણી પાસે વાસ્તવમાં ઇમિગ્રેશન વિશેની અસંતુલિત ચર્ચા થાય છે – જોકે ચેનલ ક્રોસિંગ વિશેની ચિંતા પણ નિયંત્રણના દેખીતા અભાવને કારણે છે.

2015થી ઇમિગ્રેશન પ્રત્યે લોકોના વલણને અનુસરતા ટ્રેકર સંશોધનમાં જણાયુ છે કે ઇમિગ્રેશનને એકંદરે ઘટાડવા માટેને ટેકો ફેબ્રુઆરી 2022 માં 42% હતો તે વધીને હાલમાં 55% થયો છે લગભગ 10 માંથી 4 લોકો ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો વિરોધ કરે છે, 23% વર્તમાન સ્તરે રાખવા અને 15% વધારો કરવા માંગે છે.

કયા ઇમિગ્રેશનમાં કાપ મૂકવો જોઇએ તેના પ્રશ્નના જવાબ માટે લોકોએ સંઘર્ષ કર્યો હતો. ડોકટરો અને કેર વર્કરથી લઈને બાંધકામ કામદારો, કેટરિંગ સ્ટાફ, ફ્રુટ પીકર્સ અને એન્જિનિયરો માટે પૂછાતા આ ક્ષેત્રમાં ઘટાડો કરવા માટે 30% કરતા વધારે લોકોનો ટેકો ન હતો. માત્ર બેંકર્સની સંખ્યા ઘટાડવા 37% લોકોએ ઇચ્છા વ્યક્ત કરી હતી.

યુકેમાં વધુ ડોકટરો આવે તે માટે 50% લોકોએ અને 52% લોકોએ વિદેશથી વધુ નર્સો આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે માત્ર 14% લોકોઓ તેમની સંખ્યામાં ઘટાડો કરવા કહ્યું હતું. 42% લોકોએ  કેર હોમમાં કામ કરવા માટે વધુ સ્થળાંતરને આવકાર્યું હતું. જ્યારે 28%એ તે વર્તમાન સ્તરે રહે તેવી અને 18%એ તેમાં ઘટાડો થાય તેવી માંગ કરી હતી. મોસમી ફાર્મીંગ કામદારો માટે 35% લોકોએ વધારો કરવાની અને 19%એ સંખ્યામાં ઘટાડો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શિક્ષકો, એન્જીનીયર્સ અને બાંધકામ કામદારોના ઈમીગ્રેશનમાં વધારાને લોકોએ આવકાર્યો હતો.

આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈમિગ્રેશન પ્રત્યેના વલણમાં રાજકીય પક્ષો દ્વારા વધુને વધુ ધ્રુવીકરણ થઈ રહ્યું છે. રીફોર્મના મતદારો ઇમીગ્રેશનને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા કહે છે અને 75% લોકો ઇચ્છે છે કે તેમાં ઘણો ઘટાડો થાય; જ્યારે લેબરના 44% મતદાતાઓ ઘટાડો થાય તેમ માને છે. જ્યારે 72% કન્ઝર્વેટિવ મતદારો ઇમીગ્રેશનમાં ઘટાડાનું સમર્થન કરે છે. પરંતુ સંશોધનમાં સમાવવામાં આવેલા 13 પદોમાંથી કોઈપણમાં ઘટાડો કરવા કન્ઝર્વેટિવ મતદારોએ સમર્થન આપ્યું નહતું. નર્સો, ડોકટરો અથવા કેર હોમ વર્કર્સ માટેના વિઝા ઘટાડવાની માંગને 20 ટકા કરતા ઓછા લોકોએ ટેકો આપ્યો હતો.

બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું કે “આગામી 12 મહિનામાં ચોખ્ખું સ્થળાંતર ઘટતું જોઈને મોટાભાગના લોકોને આશ્ચર્ય થશે. આ આંકડા પીએમ કેર સ્ટાર્મરને સરકારના અભિગમને ફરીથી આકાર આપવા માટે શ્વાસ લેવાની જગ્યા આપશે. જોકે જેમ્સ ક્લેવર્લી તેનો જશ ખાટવા પાત્ર બને છે. ઘટતી સંખ્યા લોકોનાં ઇમિગ્રેશન વિશેની ચિંતાઓને ઓછી કરી શકે છે. તેથી સરકાર ચેનલ ક્રોસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.”

ઇમીગ્રેશન ઘાડવા બાબતે રાજકીય પક્ષોમાં લોકોનો વિશ્વાસ

પક્ષ વિશ્વાસ % અવિશ્વાસ % તફાવત %
લેબર 36 50 -14
કન્ઝર્વેટિવ 24 67 -43
રિફોર્મ પાર્ટી 34 52 -18
લિબ ડેમ્સ 29 46 -17

 

LEAVE A REPLY