પ્રતિક તસવીર

બ્રેસ્ટ કેન્સર નાઉ દ્વારા વંશીય સમુદાયોમાં સ્તન કેન્સર વિશે મહત્વપૂર્ણ જાગૃતિ લાવવા, ડર દૂર કરવા અને સ્તન કેન્સરની આસપાસના કલંક અને ગેરમાન્યતાઓનો સામનો કરવા માટે ઝુંબેશ ઉઠાવવા સાથે એથનિક માઇનોરીટી કેન્સર અવેરનેસ મંથ (EMCAM) 2024ને સમર્થન આપી રહ્યું છે.

યુકેમાં, શ્વેત સ્ત્રીઓ કરતાં સાઉથ એશિયન, અશ્વેત, ચાઈનીઝ, મિક્સ અને અન્ય સમુદાયોની સ્ત્રીઓમાં સ્તન કેન્સર ઓછું જોવા મળે છે. પરંતુ આ જૂથોની સ્ત્રીઓને જીવન ટકાવી રાખવાના નીચા દર, પાછળથી નિદાન અને કાળજીના વિવિધ સ્તરોનો સામનો કરવો પડે છે. અભ્યાસો દર્શાવે છે કે આ સમુદાયોમાં સ્તન કેન્સરના ચિહ્નો અને લક્ષણો વિશે પણ ઓછી જાગૃતિ છે.

બ્રેસ્ટ કેન્સર નાઉ માટે યુગોવ દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે સ્તન કેન્સરના સંભવિત ચિહ્નો અને લક્ષણો માટે ફક્ત ત્રણમાંથી માત્ર એક (35%) સ્ત્રી જ તેમના સ્તનો તપાસે છે અને પાંચમાંથી એક (20%) મહિલાએ કહ્યું હતું કે તેમણે ક્યારેય તેમના સ્તનોની તપાસ કરી નથી.

બ્રેસ્ટ કેન્સર નાઉએ દરેક સ્ત્રીને તેમના સ્તનો નિયમિતપણે તપાસવા, કોઈપણ નવા અથવા અસામાન્ય ફેરફારોની જીપીને જાણ કરવા, આમંત્રિત કરવામાં આવે ત્યારે સ્તનની તપાસ કરાવવા અપીલ કરી છે.

LEAVE A REPLY