(ANI Photo)

નવી દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોની બે દિવસની ‘મુખ્યમંત્રી પરિષદ’માં વિકસિત ભારતના એજન્ડાનું મંથન કરવામાં આવ્યું હતું.

બેઠકના બીજા દિવસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોની સરકારોના સંકલિત અને મજબૂત પ્રયાસથી  વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરી શકાશે. વિરાસત અને વિકાસના વારસા બંનેનું નિર્માણ ‘વિકસિત ભારત’ના એજન્ડામાં વિશેષ સ્થાન ધરાવે છે. ‘મુખ્યમંત્રી પરિષદ’ની બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના 13 મુખ્યપ્રધાનો અને 15 નાયબ મુખ્યપ્રધાનોને સંબોધિત કરતાં વડાપ્રધાને સંકલિત પ્રયાસોની હાકલ કરી હતી.

વડાપ્રધાન મોદીએ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના તેમની સરકારના એજન્ડા વિશે વિસ્તૃત વાતચીત કરી હતી અને જનકલ્યાણના પગલાંમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ભાજપની સુશાસન કવાયતનું સંકલન કરતાં પાર્ટીના વરિષ્ઠ નેતા વિનય સહસ્રબુદ્ધે જણાવયું હતું કે વડાપ્રધાને સમાજના વિવિધ વર્ગોને લક્ષ્યાંકિત કરતી સરકારી યોજનાઓની મહત્તમ લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY