બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ તેમની નવલકથા ઓર્બિટલ સાથે 2024નો બુકર પ્રાઈઝ એવોર્ડ જીત્યો છે. મંગળવારે લંડન સિટીના ઓલ્ડ બિલિંગ્સગેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમને વિજેતા જાહેર કરાયા હતા. સાહિત્યિક બુકર પ્રાઇઝ અંતર્ગત સામંથા હાર્વેને 50000 પાઉન્ડનું ઇનામ મળશે.
ઓર્બિટલ અવકાશના વિષય પર બુકર પ્રાઈઝ જીતનારી સૌથી પહેલી નવલકથા બની હતી. ઓર્બિટલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સવાર છ અવકાશયાત્રીઓના જીવનના એક દિવસની સ્ટોરી છે. જેમાં તેઓ ૧૬ સૂર્યોદય અને સૂર્યાસ્તનું અવલોકન કરે છે. .
આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારી માત્ર ૧૩૬ પાનાની આ બુક બીજી સૌથી નાની બુક બની છે. આ સાથે તેમાં સામેલ તમામ ઘટનાઓ ફક્ત ૨૪ કલાકના સમયગાળામાં ઘટે છે. જજની પેનલમાં બ્રિટિશ ભારતીય સંગીતકાર નિતીન સાહની, નવલકથાકાર સારા કોલિન્સ, ધ ગાર્ડિયન અખબારના ફિક્શન એડિટર જસ્ટિન જોર્ડન અને ચીની અમેરિકી લેખક યીયુન લીનો સામેલ હતાં