બોલીવૂડની બહુચર્ચિત ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને બોમ્બે હાઇકોર્ટે ડ્રગ્સના કેસમાં નિર્દોષ ઠેરવી છે. હાઈકોર્ટે પુરાવાના અભાવે મમતા કુલકર્ણી વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરી છે. મમતાએ તેની અરજીમાં જણાવ્યું હતું કે, તેને ડ્રગ્સ કૌભાંડમાં ફસાવવામાં આવી રહી છે. એફઆઈઆરમાં મમતા વિરુદ્ધ થયેલા આરોપો સિવાય તેની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં મમતા કુલકર્ણી સામે રૂ. 2000 કરોડનો ડ્રગ સ્મગલિંગ કેસ હતો, જેને રદ કર્યો છે. તેના પર પતિ વિકી ગોસ્વામી સાથે ડ્રગ્સ સ્મગલિંગનો આરોપ હતો. કોર્ટે કહ્યું કે મમતા વિરુદ્ધ પૂરતા પુરાવા નહીં હોવાથી આ કેસ બંધ કરવામાં આવે છે.
ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ પતિ વિક્કી ગોસ્વામી સાથે કેન્યામાં સ્થાયી થતાં અગાઉ 50 જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું, જ્યારે વિકી ગોસ્વામી ડ્રગ માફિયા હતો. આ કેસમાં તેનાં વકીલે વર્ષ 2018માં હાઈકોર્ટમાં અરજી કરી હતી. મમતા કુલકર્ણી 2016ના ડ્રગ સ્મગલિંગ કેસમાં એક આરોપી હતી, જેમાં રૂ. 2000 કરોડનું એફેડ્રિન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસ મામલે તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY