(ANI Photo)
બોમન ઈરાની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ ‘ધ મહેતા બોયઝ’નું શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે. 15મો શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.
“મુન્નાભાઈ” ફ્રેન્ચાઈઝી, “3 ઈડિયટ્સ” અને “ખોસલા કા ઘોસલા” જેવી ફિલ્મો માટે જાણીતા બોમન ઇરાની આ પ્રાઇમ વિડિયો ઓરિજિનલ ફિલ્મના લેખક અને નિર્માતા પણ છે. તેમણે આ પ્રોજેક્ટ ઓસ્કાર વિજેતા લેખક એલેક્ઝાંડર ડીનેલેરીસ જુનિયર સાથે મળીને લખ્યો છે. ડીનેલેરીસ જુનિયર 2014ની ઓસ્કાર વિજેતા ફિલ્મ “બર્ડમેન” માટે જાણીતા છે.
બોમન ઈરાની અને અવિનાશ તિવારી અભિનીત “ધ મહેતા બોયઝ” એક પિતા અને પુત્રની કહાની પર આધારિત છે, જેઓ એકબીજા સાથે વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવે છે. શિકાગો ગાલામાં સ્ક્રિનિંગ પછી ઈરાની સાથે ડિનેલેરિસ જુનિયર, અભિનેતા તિવારી અને શ્રેયા ચૌધરી તેમજ નિર્માતા દાનેશ ઈરાની અને એક્ઝિક્યુટિવ નિર્માતા અંકિતા બત્રા સાથે વાતચીત કરશે.

LEAVE A REPLY