બોલીવૂડના અનેક કલાકારોએ દિગ્દર્શનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. હવે આ યાદીમાં પીઢ અભિનેતા બોમન ઇરાનીનું નામ પણ જોડાયું છે. બોમને ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. તેણે અવિનાશ તિવારી સાથે દિગ્દર્શન કરેલી ફિલ્મ ‘ધ મહેતા બોય્ઝ’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઇ છે.
સમીક્ષકો દ્વારા પ્રશંસા પામેલી આ ફિલ્મ તાજેતરમાં ઓનલાઈન ઉપલબ્ધ થઇ. આ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર 15મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં 20 સપ્ટેમ્બરે યોજાયો હતો. બોમન ઇરાનીને ફિચર ફિલ્મ કેટેગરીમાં તેમાં બેસ્ટ એક્ટર (મેલ)નો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય આ ફિલ્મ ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલ અને સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેને સારો આવકાર મળ્યો હતો. આ ફિલ્મમાં એક પિતા-પુત્રની સ્ટોરી છે, જેમને એકબીજા સાથે બિલકુલ બનતું નથી અને તેમને 48 કલાક એકબીજા સાથે વિતાવવા પડે છે. આ ફિલ્મ બોમન ઇરાનીએ જ એલેક્સ ડિનેલરીસ સાથે મળીને લખી છે. આ ફિલ્મમાં શ્રેયા ચૌધરી અને પૂજા સરૂપ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને અન્ય ભારતીય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવી છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)