ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અવકાશ સ્ટેશન પર લઈ જનાર સ્ટારલાઈનર અવકાશયાન શનિવારે સવારે ધરતી પર પરત આવ્યું હતું. આ અવકાશયાન ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર પર ઉતર્યું હતું. જોકે આ સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચેલા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે હવે ત્યાં જ રોકાવું પડશે, બંને અવકાશયાત્રીઓ નાસાના ક્રૂ 9 મિશનનો ભાગ છે અને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીમાં પૃથ્વી પર પરત આવે તેવી સંભાવના છે.

5 જૂનના રોજ, જ્યારે સ્ટારલાઈનર બંને અવકાશયાત્રીઓ સાથે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું, ત્યારે ટેકનિકલ ખામીને કારણે તે સમયસર પરત આવી શક્યું નહોતું. નાસા, બોઇંગ સાથે મળીને, સ્ટારલાઇનર બનવનાર કંપનીએ નક્કી કર્યું કે તેઓ સ્ટારલાઇનરમાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવશે નહીં. જોકે બોઇંગને વિશ્વાસ હતો કે તેનું અવકાશયાન સુરક્ષિત રીતે પરત ફરવા સક્ષમ છે, પરંતુ નાસાએ તેના દ્વારા અવકાશયાત્રીઓનું પરત ફરવું ‘જોખમી’ ગણાવ્યું હતું. અંતે, 3 મહિના પછી, બોઇંગનું સ્ટારલાઇનર પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યું. હતું
નાસાના જણાવ્યા મુજબ, સ્ટારલાઇનર ભારતીય સમય મુજબ વહેલી સવારે 3:30 વાગ્યે સ્પેસ સ્ટેશનથી અલગ થયું અને સવારે 9:32 વાગ્યે અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર પર ઉતર્યું હતું, જે રણ વિસ્તાર છે. સ્ટારલાઈનરના લેન્ડિંગના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લેન્ડિંગ પહેલા સ્પેસક્રાફ્ટના 3 પેરાશૂટ ખુલ્યા અને તે પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યું હતું.

LEAVE A REPLY