અશ્વેત અને લઘુમતી વંશીય (BME) કામદારો માટે જીવનધોરણ ઊંચું લાવવા માટે લેબર એમ્પ્લોયમેન્ટ રાઇટ્સ બિલ મહત્વપૂર્ણ છે, એમ TUCએ સોમવારે જણાવ્યું હતું. TUCનુ નવું વિશ્લેષણ દર્શાવે છે કે અસુરક્ષિત કાર્યમાં BME લોકોની સંખ્યા 878,800ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી છે.
હાલમાં 6માંથી 1 BME કામદારો અસુરક્ષિત નોકરીઓમાં છે. કન્ઝર્વેટિવ્સ હેઠળ સુરક્ષિત રોજગાર કરતાં અસુરક્ષિત કામ લગભગ ત્રણ ગણું વધુ ઝડપથી વધ્યું છે અને BME કામદારોએ વધારે સહન કરવાનું આવ્યું છે.”
લેબર એમ્પ્લોયમેન્ટ રાઇટ્સ બિલ હજારો BME કામદારોના જીવનધોરણને વધારવામાં મદદ કરશે. અસુરક્ષિત કામમાં 31%નો વધારો થયો છે, જ્યારે સુરક્ષિત નોકરીઓમાં માત્ર 11%નો વધારો થયો છે.
2011માં, લગભગ 360,200 BME કામદારો અસુરક્ષિત રોજગારમાં હતા. જે પ્રમાણ અડધા મિલિયનથી વધીને 2023 સુધીમાં લગભગ 878,800 થઈ ગયું છે.