ખાનગી ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન ભારતની લોકપ્રિય સ્નેક બ્રાન્ડ હલ્દીરામમાં લઘુમતી હિસ્સો ખરીદવા માટેની વાટાઘાટોમાંથી ખસી ગઈ છે. ઊંચાં વેલ્યુએશનને પગલે કંપનીએ આ રેસમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. હરીફ કંપની ટેમાસેક હજુ પણ આ રેસમાં સામેલ છે.
સોદા પર સાત મહિનાની વાટાઘાટો પછી બ્લેકસ્ટોને વાટાઘાટાનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. ભારતના $6.2 બિલિયનના સ્વાદિષ્ટ નાસ્તા બજારમાં લગભગ 13% હિસ્સો ધરાવતી હલ્દીરામ દેશભરમાં રેસ્ટોરન્ટ પણ ચલાવે છે.
બંને કંપનીઓની વચ્ચેની ચર્ચાનો મુખ્ય મુદ્દે વેલ્યુએશન હતું. શરૂઆતમાં બ્લેકસ્ટોને બહુમતી હિસ્સો ખરીદવાની દરખાસ્ત કરી હતી, પરંતુ પછીથી લઘુમતી હિસ્સા માટે સંમતિ આપી હતી. કંપની 8 અબજ ડોલરના મૂલ્યાંકન પર હલ્દીરામમ લગભગ 15% હિસ્સ હસ્તગત કરવામાં રસ ધરાવતી હતી. જોકે, ભારતીય કંપની ફક્ત બ્લેકસ્ટોનને એક નાણાકીય રોકાણકાર તરીકે લાવવા તૈયાર હતી અને 10 અબજ ડોલરના ઊંચા વેલ્યુએશનની માગણી કરતી હતી.
