બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાસભાની 13 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીનું પરિણાણ આજે જાહેર થયું છે, જેમાં રોમાંચક રસાકસીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો હતો. પાલનપુરના જગાણાસ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિકોણીયા જંગમાં ભાજપની 1300 મતથી જીત થઇ છે. આ બેઠક પર 23 રાઉન્ડની હાથ ધરાયેલ મતગણતરીમાં 21 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ મતગણતરીના 22 અને 23માં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે, કોંગ્રેસના ગુલાબસિહની સરસાઇ કાપીને જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે આ પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 ટકા ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યો હતો.

 

LEAVE A REPLY