(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમે બે ટેસ્ટ મેચની સિરિઝની ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રને પરાજય આપી સિરિઝમાં 1.0ની લીડ મેળવી હતી. રવિવારે બાંગ્લાદેશની ટીમ 515 રનના લક્ષ્યાંકનો પીછે કરવા મેદાનમાં ઉતરી હતી, પરંતુ ભારતીય સ્પિન બોલર્સના તરખાટ સામે માત્ર 234 રનમાં બાંગ્લાદેશ ઓલ આઉટ થઈ ગયું હતું. હવે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

આ વિજય સાથે ટેસ્ટ ક્રિકેટમાં ભારતે એક વિક્રમ બનાવ્યો હતો. ટેસ્ટ ઇતિહાસમાં હવે ભારતના પરાજય કરતાં વિજયની સંખ્યા વધુ થઈ છે. સીકે નાયડુના નેતૃત્વ હેઠળ 1932માં ભારત પ્રથમ ટેસ્ટ રમ્યું હતું., પરંતુ 158 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચથી ભારત ક્યારેય હારની સંખ્યા કરતા વધુ જીત મેળવવામાં સફળ રહ્યું ન હતું.
રોહિત શર્માએ બીજી ઇનિંગ 4 વિકેટે 287 રન પર ડિકલેર કરી હતી અને બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રનમાં સમેટાઈ ગયો હતો.

મેચમાં રવિચંદ્રન અશ્વિનની શાનદાર બોલિંગ અને બેટિંગના સહારે ભારતે આસાન વિજય મેળવ્યો હતો.. અશ્વિને છ વિકેટે ઝડપી હતી અને પ્રથમ ઇનિંગમાં 113 રન સાથે ખરા સમયે સદી ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. બાંગ્લાદેશ માટે કેપ્ટન નઝમુલ હસન શાંતોએ (82 રન) અડધી સદી ફટકારી હતી.

ચોથા દિવસે બાંગ્લાદેશે 158/4ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. તેમાં શાંતોએ 51 અને શાકિબે 5 રન બનાવીને ઈનિંગને આગળ ધપાવી હતી. શાંતો 82 રન બનાવીને આઉટ થયો હતો અને શાકિબ 25 રન બનાવીને આઉટ થયો હતો.

બાંગ્લાદેશ માટે આ એક મોટો આંચકો હતો, કારણ કે તાજેતરમાં તેને પાકિસ્તાનને બે ટેસ્ટમાં પરાજય આપ્યો હતો ત્યારે બાંગ્લાદેશની ટીમના બહુ વખાણ થયા હતા.

LEAVE A REPLY