ભક્તિવેદાંત મેનોર વોટફર્ડ ખાતે રવિવાર 25 અને સોમવાર 26મી ઓગસ્ટ 2024ના રોજ પ્રખ્યાત જન્માષ્ટમી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

હરહંમેશની જેમ જન્માષ્ટમી પર્વે ભાવિક ભક્તોના જાણે કરો ઘોડાપૂર ઉમટ્યા હતા અને સૌએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. જન્માષ્ટમીના પર્વ ઉપરાંત બેંક હોલીડે હોવાથી મંદિરની અંદર અને બહાર ખૂબ જ મોટો ટ્રાફિક જોવા મળ્યો હતો. જોકે મંદિરના વોલંટીયર્સની સખત મહેનત અને વ્યવ્સથાને કારણે સે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મંદિરની ફેસ્ટિવલ કમિટી દ્વારા જન્માષ્ટમી પર્વ અને ટ્રાફિક સમસ્યા ને ઉકેલ લાવવાના પ્રયાસ તરીકે ટિકિટ સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. જેને કારણે લોકોને સુગમતા રહી હતી,

સોમવાર 26મી ઓગસ્ટના રોજ મંદિર અને મેદાન તેની મહત્તમ ક્ષમતા સુધી પહોંચી જતા બધા દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે વધુ મુલાકાતીઓને સમાવવામાં અસમર્થ હોવાથી કેટલાક લોકોનો પ્રવેશ કામચલાઉ ધોરણે અટકાવવો પડ્યો હતો. જે માટે મંદિર તરફથી દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY