ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક પ્રવાસન સ્થળોને કરોડો રૂપિયાના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ જ રીતે પૌરાણિક મહાત્મ્ય ધરાવતા ‘બેટ દ્વારકા’ને વૈશ્વિક સ્તરે કાયાપલટ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરાશે. આ આઈલેન્ડના પ્રથમ તબક્કા-ફેઝના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આવનારા સમયમાં આ આઈલેન્ડના ફેઝ -૨ અને ૩ની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ કરાશે તેમ, નિગમના અધિકારીએ જણાવ્યું હતું.
બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ -૧માં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ, ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક બનાવવામાં આવશે.
બેટ દ્વારકા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨માં દાંડી હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ, અભય માતા મંદિર અને સનસેટ પાર્ક, નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને રોડ એન્ડ સાઈન બનાવવામાં આવશે.
આ પછી ફેઝ-૩ માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને લેક અરાઈવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે. બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે ભવિષ્યમાં બીચથી મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગરે ડેવલપ કરાશે.

LEAVE A REPLY