બેસ્ટવે પરિવારના પ્રારંભિક સભ્યોમાંના એક અને સ્થાપક – ચેરમેન એમેરિટસ સર અનવર પરવેઝના બાળપણના મિત્ર ભૂતપૂર્વ ડિરેક્ટર અબ્દુલ ખાલિક ભટ્ટીનું ગયા અઠવાડિયે લાંબી માંદગી બાદ શાંતિથી અવસાન થયું હતું. ગયા વિકેન્ડમાં પાકિસ્તાનમાં તેમના પૈતૃક ગામમા તેમને દફનાવવામાં આવ્યા હતા.
અબ્દુલ ખાલિક ભટ્ટીએ 1970ના દાયકાના અંતમાં બેસ્ટવે ખાતે એક્ટન વેરહાઉસથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં પાર્ક રોયલના હેડ ક્વાર્ટરમાં જતા પહેલા સાઉથોલના જનરલ મેનેજર બન્યા હતા. 40 વર્ષ કરતા વધુ સમય સુધી, તેઓ બેસ્ટવે હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર હતા અને યુકે અને પાકિસ્તાનમાં બેસ્ટવે ફાઉન્ડેશનના ટ્રસ્ટી હતા.
ભટ્ટીએ પાકિસ્તાનમાં પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે 2016માં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
શ્રી ભટ્ટીને તેમની ખાનદાની શૈલી અને રમૂજની ભાવના માટે હંમેશા બેસ્ટવે પરિવારના દરેક લોકો દ્વારા તેમને ખૂબ જ યાદ કરાશે. બેસ્ટવે દ્વારા તેમના પરિવાર અને મિત્રોને સાંત્વના પાઠવવામાં આવી હતી.