બ્રિટિશ ઉદ્યોગપતિ માઇક લિન્ચને યુ.એસ.માં છેતરપિંડીના આરોપમાંથી મુક્ત કરાયાની ઉજવણીમાં સામેલ બ્રિટિશ સુપરયૉટ બાયસિયન સિસિલીના દરિયાકાંઠે ડૂબી જતાં એક બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું છે. બોટમાંથી લગભગ 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 5 મૃતદેહ મળી આવ્માયા છે. લિન્ચની પુત્રી હેન્ના હજુ પણ લાપતા છે.
ઇટાલિયન સત્તાવાળાઓ ટેક ટાયકૂન માઇક લિન્ચની ઓળખ બેયેશિયન સુપરયાટના ભંગારમાંથી મળી આવેલા પાંચ મૃતદેહોમાંથી એક તરીકે કરવામાં આવી છે. ઇટાલિયન કોસ્ટ ગાર્ડે પણ પુષ્ટિ કરી હતી કે જોનાથન બ્લૂમર, તેની પત્ની જુડિથ બ્લૂમર, વકીલ ક્રિસ્ટોફર મોરવિલો અને તેની પત્ની નેડા મોરવિલોના મૃતદેહ મળી આવ્યા હતા.
મોતને ભેટેલે પાંચ લોકોમાં ચાર બ્રિટિશ નાગરિકો અને બે અમેરિકનોનો સમાવેશ થાય છે. આ યૉટમાં મોટાભાગે બ્રિટિશ મુસાફરો હતા. તે ઉપરાંત ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને બ્રિટિશ-ફ્રેન્ચ નાગરિકો હતા.
એવા અહેવાલો આવ્યા છે કે આ યૉટની સફર બ્રિટિશ ઉદ્યોગપતિ માઇક લિન્ચને તાજેતરમાં યુ.એસ.માં છેતરપિંડીના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો તેની ઉજવણી માટે કરાઇ હતી.
ગુમ થયેલા લોકોમાં યુકે ટેક ઉદ્યોગસાહસિક માઇક લિંચ, તેની પુત્રી હેન્ના લિન્ચ, લિન્ચનું તેમના યુએસ ટ્રાયલમાં પ્રતિનિધિત્વ કરનાર લોયર ક્રિસ મોરવિલો, મોર્ગન સ્ટેનલીના ઇન્ટરનેશનલ ચેર જોનાથન બ્લૂમર,ચેરિટી ટ્રસ્ટી અને લિન્ચના ટેકેદાર જુડી બ્લૂમરનો સમાવેશ થાય છે.
જે 15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા તેમાં યૉટના ક્રૂના નવ સભ્યોનો સમાવેશ થાય છે. જેમાંથી આઠને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. લિન્ચની પત્ની અને હેન્ના લિન્ચની માતા એન્જેલા બેકેર્સને બચાવી લેવામાં આવી છે.