બ્રિટિશ એશિયન ટ્રસ્ટના વાઇસ-ચેર, આસિફ રંગૂનવાલા અને શાલ્ની અરોરાને પરોપકારી સેવાઓને માન્યતા આપવા 2024ની બર્થડે ઓનર લિસ્ટમાં મહામહિમ રાજા ચાર્લ્સ III દ્વારા અનુક્રમે CBE અને OBE એનાયત કરવામાં આવ્યા છે.

અગ્રણી બિઝનેસ લીડર અને પરોપકારી તરીકે આસિફ રંગૂનવાલાને CBE ને ચેરિટી અને ફિલાન્થ્રોપી સેવાઓ માટે સન્માન મળ્યું છે. આસિફ ઘણા વર્ષોથી યુકે અને દક્ષિણ એશિયાના સમુદાયોમાં સકારાત્મક પરિવર્તન લાવવા રંગૂનવાલા ફાઉન્ડેશન દ્વારા ધ્યાન કેન્દ્રિત કરે છે અને વંચિત વ્યક્તિઓના જીવનની ગુણવત્તા સુધારવા અસંખ્ય પ્રોજેક્ટ્સને ચેમ્પિયન કર્યા છે.

શાલ્ની અરોરા OBE ને અસંખ્ય સખાવતી કારણોને ટેકો આપવા બદલ સામાજિક સમન્વય અને પરોપકાર માટે એવોર્ડ મળ્યો છે. તેણીની નોંધપાત્ર સિદ્ધિઓમાં સવાન્નાહ વિઝડમ ફાઉન્ડેશનની સ્થાપનાનો સમાવેશ થાય છે, જે વંચિત સમુદાયોને સશક્તિકરણ કરવાના હેતુથી પ્રોજેક્ટ્સની શ્રેણીને સમર્થન આપે છે.

બ્રિટિશ એશિયન ટ્રસ્ટમાં આસિફ અને શાલ્નીએ ગરીબી અને અસમાનતાનો સામનો કરવાના મિશનને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી ટ્રસ્ટના કાર્યક્રમોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેણે સમગ્ર દક્ષિણ એશિયામાં લાખો લોકોના જીવનને અસર કરી છે.

બ્રિટિશ એશિયન ટ્રસ્ટના અધ્યક્ષ, લોર્ડ જિતેશ ગઢિયાએ તેમના અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY