એશિયા નેટ સુવર્ણા ન્યૂઝ અને કન્નડ પ્રભાના પ્રતિનિધિઓના નેતૃત્વમાં કર્ણાટકના સંસદસભ્યો (MP) અને વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો)ના એક પ્રતિષ્ઠિત પ્રતિનિધિમંડળે લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાને સત્તાવાર રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કન્નડ પ્રભાના સંપાદક શ્રી રવિ હેગડેએ કર્યું હતું.

આ પ્રતિનિધિમંડળમાં કે. રાજશેકર બસવરાજ હિતલ (MP, કોપ્પલ), એસ. મુનિરાજુ (ધારાસભ્ય, દશરહલ્લી) વિઠ્ઠલ સોમન્ના હાલગેકર (ધારાસભ્ય, ખાનપુર) વિશ્વાસ વસંત વૈદ્ય (ધારાસભ્ય, સૌંદત્તી યેલમ્મા) જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના યુવા નેતાઓ ઉમેશ કરજોલ અને મૃણાલ હેબ્બલકર સહિત કર્ણાટકના રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી.

લેમ્બેથના ભૂતપૂર્વ મેયર ડો. નીરજ પાટીલ તથા બ્રિટિશ કન્નડ સમુદાયના  શ્રી અભિજીત સલીમથ તથા ગણપતિ ભટે તેમનું સન્માન કર્યું હતું.

લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશને કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયાને 30મી એપ્રિલ 2025ના રોજ આવનારી બસવ જયંતિની ઉજવણીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.

ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14મી નવેમ્બર 2015ના રોજ અનાવરણ કરાયું હતું.

LEAVE A REPLY