REUTERS/Hannah Mckay

બાર્બોરા ક્રેચિકોવાએ લંડનના સેન્ટ્રલ કોર્ટમાં શનિવારે રમાયેલી ફાઇનલમાં ઇટાલિયન ફેવરિટ જાસ્મિન પાઓલિનીને  6-2, 2-6, 6-4થી હરાવીને વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. ચેક રિપબ્લિકન 31મી ક્રમાંકિત ખેલાડીએ પ્રથમ સેટમાં પ્રભુત્વ જમાવ્યું હતું. જોકે પાઓલિનીએ બીજા સેટમાં મજબૂત પુનરાગમન કરીને સેટને સરભર કર્યા હતા. તેનાથી મેચ રોમાંચક બની હતી.

કોર્ટમાં રમાયેલી ફાઈનલ મેચમાં 31મી ક્રમાંકિત ક્રેજિકોવાએ ઈટાલીની 7મી ક્રમાંકિત જાસ્મિન પાઓલિનીને 6-2, 2-6, 6-4થી હરાવી હતી.જાસ્મિનની આ બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી. જોકે, જાસ્મીન આ વખતે પણ ટાઈટલ જીતી શકી નથી. જો જાસ્મિન ટાઈટલ જીતી હોત તે  વિમ્બલ્ડનમાં સિંગલ્સનો ખિતાબ જીતનારી પ્રથમ ઇટલીની ખેલાડી બની હતી.

બાર્બોરા ક્રેચિકોવા બીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચી હતી. તેને વિમ્બલ્ડન વુમન્સ સિંગલ્સની બીજી સેમિફાઈનલમાં એલેના રાયબાકીનાને 3-6, 6-3, 6-4થી હરાવી તેની કારકિર્દીમાં પ્રથમ વખત ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ક્રેચિકૉવા 2021માં ફ્રેન્ચ ઓપન જીતી હતી એટલે આ તેનું બીજું ગ્રાન્ટ સ્લેમ ટાઇટલ છે. બીમારી તેમ જ પીઠની ઈજાને કારણે ક્રેચિકોવા રેન્કિંગમાં છેક 32મા સ્થાને સરકી પડી હતી. મહિલા વર્ગમાં વિમ્બલ્ડનને આઠ વર્ષમાં આઠ અલગ ચેમ્પિયન મળી છે. ગયા વર્ષે ચેક રિપબ્લિકની જ અનસીડેડ માર્કેટા વોન્દ્રોઉસોવા વિમ્બલ્ડન જીતી હતી.

ક્રેચિકોવાએ તેના મિત્ર અને કોચ યાના નોવોત્ના જેવી સિદ્ધિ મેળવી છે. નોવોત્ના 1998માં વિમ્બલ્ડન ચેમ્પિયન બની હતી. 2017માં વોવોત્નાનું 49 વર્ષની ઉંમરે કેન્સરને કારણે નિધન થયું હતું. ટ્રોફી મેળવતા પહેલા, 28 વર્ષીય ક્રેચિકોવાએ તેના દિવંગત માર્ગદર્શક અને સાથી જાના નોવોત્નાને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

 

LEAVE A REPLY