BAPS સ્વામિનારાયણ સંસ્થાને પેરિસમાં આયોજિત ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ માટે હિન્દુ ફેઇથ સેન્ટરનું સંચાલન કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં વિશ્વભરના એથ્લીટ્સ માટે જરૂરી આધ્યાત્મિક સહાય અને ધ્યાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એથ્લીટ્સને સ્પર્ધા દરમિયાન આધ્યાત્મિક અને માનસિક સ્વસ્થતા કેળવવામાં મદદ મળી શકે તે માટે પ્રાર્થના, ધ્યાન અને ચિંતન કરવા આ સેન્ટરમાં એક શાંત સ્થાન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
હિન્દુ ફેઇથ સેન્ટર દ્વારા પાદરીની સેવા પણ આપવામાં આવે છે, જે અંગત આધ્યાત્મિક માર્ગદર્શન અને સહાય કરે છે. ભારત અને જુદા જુદા અન્ય દેશોમાંથી આવેલા મોટી સંખ્યામાં ખેલાડીઓ સાથે, હિન્દુ ફેઇથ સેન્ટર જાણીતી અને અનુકૂળ ધાર્મિક પરંપરાઓ ઉપલબ્ધ કરાવે છે, જે ઘરથી દૂર આવેલા હિન્દુ અને જૈન એથ્લીટ્સને સમુદાયની ભાવનાને ઉત્તેજન આપે છે.
પેરિસમાં BAPS સ્વયંસેવક દીપ પટેલે જણાવ્યું હતું કે, “અમે ખુશ છીએ અને આભારી છીએ કે BAPSને ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં હિન્દુ એથ્લીટ્સને સહાય કરવા માટે આ કેન્દ્ર સ્થાપવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. આ કેન્દ્ર પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના શાંતિ, એકતા અને આધ્યાત્મિક શક્તિ પરના મહત્ત્વને દર્શાવે છે, જે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક મર્યાદાઓને પાર કરીને લોકોને હકીકતમાં એક કરે છે, પછી તે ભલે વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ હોય કે પછી અન્ય કોઇ અવસર હોય.”

 

LEAVE A REPLY