Interest rate hiked for the sixth consecutive time in India
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ મંગળવારે વિલફુલ ડિફોલ્ટર્સ અને મોટા ડિફોલ્ટર્સ સામે આકરી કાર્યવાહી કરવા માટે માસ્ટર આદેશો જારી કર્યા હતાં, જે મુજબ બેન્કો અને એનબીએફસીએ રૂ.25 લાખ અને તેથી વધુની બાકી રકમવાળા તમામ નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) એકાઉન્ટ્સમાં ‘ઇરાદાપૂર્વકના ડિફોલ્ટ’ પાસાની તપાસ કરવી પડશે.

રિઝર્વ બેન્કના આદેશો મુજબ બેન્કો કે નાણા સંસ્થાઓએ ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરી જાણીજોઇને લોન ન ચુકવતા લોકોની ઓળખ અને તેમનું વર્ગીકરણ કરવું પડશે. ઓળખ સમિતિ વિલફૂલ ડિફોલ્ટના પુરાવાનું મૂલ્યાંકન કરશે. ‘વિલફુલ ડિફોલ્ટર’ એટલે લોન લેનાર અથવા તેની ગેરંટર આપનાર કે જેને જાણીજોઇને પરત ચુકવણી કરી નથી અને બાકી રકમ રૂ.25 લાખ અને તેથી વધુ છે. ધિરાણકર્તાએ સમયાંતરે રૂ.25 લાખ અને તેથી વધુની બાકી રકમ સાથેના તમામ NPA ખાતાઓમાં ‘ઇરાદાપૂર્વક ડિફોલ્ટ’ પાસાની તપાસ કરવી પડશે.

જો આંતરિક પ્રાથમિક તપાસમાં વિલફુલ ડિફોલ્ટ જોવા મળે છે, તો ધિરાણકર્તાએ લોન ખાતાને NPA તરીકે વર્ગીકૃત કર્યા પછી  છ મહિનામાં તેને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે.

માસ્ટર ડાયરેક્શનમાં વધુમાં જણાવાયું છે કે ધિરાણકર્તાઓએ ભેદભાવ વિનાની બોર્ડ-મંજૂર નીતિ ઘડવી જોઈએ. જેમાં સ્પષ્ટપણે માપદંડો નક્કી કરવા પડશે. આ માપદંડોને આધારે ડિફોલ્ટર તરીકે જાહેર કરાયેલ વ્યક્તિઓના ફોટા પ્રકાશિત કરવાના રહેશે. આ પછી બીજી કોઇ પણ બેન્ક કે ધિરાણ સંસ્થા વિલફૂલ ડિફોલ્ટરને વધુ લોન આપી શકશે નહીં. આ વધારાની ક્રેડિટ ફેસિલિટી પરનો પ્રતિબંધ એક વર્ષ અમલી રહેશે. આ નવા નિયમો 90 દિવસ પછી અમલી બનશે

LEAVE A REPLY