બેંક ખાતાધારક હવે એકની જગ્યાએ ચાર નોમિની રાખી શકે તેવું જોગવાઈ કરતું એક બિલ શુક્રવારે લોકસભામાં રજૂ કરાયું હતું. તેનાથી બેન્ક થાપણદારોને વધુ સુરક્ષા મળશે અને તેમની સુવિધામાં વધારો થશે.
નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ રજૂ કરેલા બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024, બેંક ખાતાઓ, લોકર્સ વગેરે માટે એક સાથે નોમિનેશનની જોગવાઈ છે. બિલની જોગવાઈ મુજબ, એક બેંક એકાઉન્ટ ધારક ચાર વ્યક્તિઓ સુધી નોમિનેટ કરી શકે છે. આ બિલ દાવો ન કરેલા ડિવિડન્ડ, શેર અને વ્યાજ અથવા બોન્ડના રિડેમ્પશનને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) માં ટ્રાન્સફર કરવાની પણ જોગવાઈ છે. તેનાથી વ્યક્તિઆ આ રકમ પર દાવો કરી શકશે.