(Photo by FAROOQ NAEEM/AFP via Getty Images)
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે પાકિસ્તાનમાં બે ટેસ્ટ મેચની પાકિસ્તાનમાં રમાઈ રહેલી સીરિઝમાં પાકિસ્તાનનો ગયા સપ્તાહે બાંગ્લાદેશ સામે 10 વિકેટે કારમો પરાજય થયો હતો. પાંચ દિવસ ચાલેલી આ ટેસ્ટમાં બાંગ્લાદેશે ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનને હરાવ્યું હતું.
રાવલપિંડીમાં રવિવારે (25 ઓગસ્ટ) પુરી થયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને પહેલી ઈનિંગમાં 6 વિકેટે 448 રન કરી દાવ ડિક્લેર કર્યો હતો. સાઉદ શકીલે 141 અને વિકેટકીપર મહમદ રિઝવાને અણનમ 171 રન કરી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી હતી. તો સામે બાંગ્લાદેશના બેટર્સે પહેલી ઈનિંગમાં 565 રન કરી 117 રનની મહત્ત્વની લીડ મેળવી હતી. મુસ્ફિકુર રહીમે 191 તથા ઓપનર શાદમાન ઈસ્લામે 93 રનનો મુખ્ય ફાળો આપ્યો હતો.
બીજી ઈનિંગમાં પાકિસ્તાની ટીમ ફક્ત 146 રનમાં તંબુ ભેગી થઇ ગઇ હતી. તેના પગલે બાંગ્લાદેશને વિજય માટે ફક્ત 30 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે એકપણ વિકેટ ગુમાવ્યા વિના જ હાંસલ કરી લીધો હતો.

LEAVE A REPLY