10 ઓગસ્ટ, 2024 ના રોજ, ઢાકામાં બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસનના રાજીનામાની માંગણી સાથે હાઇકોર્ટનો ઘેરાવો REUTERS/Stringer

બાંગ્લાદેશમાં હજારોએ દેખાવકારોએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યા પછી મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને શનિવારે રાજીનામું આપવું પડ્યું હતું. દેખાવકારોએ આ કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. દેશના સંસદીય બાબતોના સલાહકાર આસિફ નઝરુલે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ચીફ જસ્ટિસનું રાજીનામું કાયદા મંત્રાલય સુધી પહોંચ્યું છે,

દેખાવકારોએ ચેતવણી આપી હતી કે જો સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો નિર્ધારિત સમય સુધીમાં રાજીનામું નહીં આપે તો તેમના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. સવારે 10.30 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ અને વકીલો સહિત સેંકડો વિરોધીઓ સુપ્રીમ કોર્ટ સંકુલમાં એકઠા થવા લાગ્યા. તેમણે ચીફ જસ્ટિસ અને એપેલેટ ડિવિઝનને પ્રદર્શન દરમિયાન રાજીનામું આપવાની ચેતવણી આપી હતી.

ઓબેદુલ હસનને ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતના વડા તરીકે નિયુક્ત કરાયા હતા. ઓબેદુલ હસન ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિશ્વાસુ માનવામાં આવે છે. દેખાવકારોએ અગાઉ શેખ હસીનાનને પણ રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પાડી હતી.

LEAVE A REPLY