Photo by MICHELE SPATARI/AFP via Getty Images)

ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશે રવિવાર, 12 ડિસેમ્બરે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતને 59 રને હરાવીને ACC U19 મેન્સ એશિયા કપનો ખિતાબ જાળવી રાખ્યો હતો.

આઠ ટાઇટલ સાથે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ ભારતે શિસ્તબદ્ધ બોલિંગ પ્રદર્શન કરીને બાંગ્લાદેશને 49.1 ઓવરમાં 198 રનમાં આઉટ કરી દીધું હતું. યુધાજિત ગુહાએ 29 રનમાં બે વિકેટ, ચેતન શર્મા 48 રનમાં બે અને સ્પિનર ​​હાર્દિક રાજ 41 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જોકે ભારતીય બેટ્સમેન બાંગ્લાદેશના બોલિંગ આક્રમણ સામે ધરાશાયી થયા હતાં અને ટીમ 35.2 ઓવરમાં 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન મોહમ્મદ અમાને સૌથી વધુ 26 રન બનાવ્યાં હતાં.

પહેલા બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રિઝાન હુસૈને સૌથી વધુ 47 રન બનાવ્યા હતાં. મોહમ્મદ શિહાબ જેમ્સે 40 રન અને ફરીદ હસને 39 રનની ઇનિંગ રમી હતી.

ભારતે છેલ્લે વર્ષ 2021માં આ ખિતાબ જીત્યો હતો. બાંગ્લાદેશે 2023માં પહેલી વખત અંડર-19 એશિયા કપ જીત્યો હતો. હવે ભારતને હરાવીને બાંગ્લાદેશ ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ બની ગઈ છે.

LEAVE A REPLY