(Photo by Arun SANKAR / AFP) (Photo by ARUN SANKAR/AFP via Getty Images)

ગૃહ મંત્રાલયે મંગળવાર, 9 જુલાઇએ ભારત વિરોધી પ્રવૃત્તિઓ બદલ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ લંબાવ્યો હતો. ગુરપતવંત સિંહ પન્નુને આ સંગઠનની સ્થાપના કરેલી છે. મંગળવારે નોટિફિકેશનમાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે SFJને પાંચ વર્ષ પહેલા UAPA હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

ત્રાસવાદ વિરોધી એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં મળેલા નવા પુરાવાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પુરાવા SFJ અને તેના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ એકત્રિત કરવામાં આવ્યા હતાં. ગયા વર્ષે એજન્સીએ પંજાબ અને ચંદીગઢમાં તેની મિલકતો પણ કબજે કરી હતી. અગાઉ ભારત સરકારે જુલાઈ 2019માં શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

2007માં ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરવંતસિંહ પન્નુએ શીખ ફોર જસ્ટિસ સંસ્થાની રચના કરી, જેનો ઉદ્દેશ શીખો માટે અલગ દેશની માંગ કરવાનો છે. તેને સતત ઘણા અલગતાવાદી અભિયાનો ચલાવ્યા છે અને પંજાબને ભારતમાંથી મુક્ત કરવાની માગણી કરી રહ્યો છે.

નોટિફિકેશનમાં જણાવાયું હતું કે  કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે SFJએ દેશની અખંડિતતા અને સુરક્ષા માટે પ્રતિકૂળ હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું ચાલુ રાખ્યું છે તથા પંજાબ અને અન્ય સ્થળોએ રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે, જેનો હેતુ સાર્વભૌમત્વ અને પ્રાદેશિકતાને ખલેલ પહોંચાડવાનો છે.SFJ આતંકવાદી સંગઠનો અને કાર્યકર્તાઓ સાથે ગાઢ સંપર્કમાં છે, અને ભારતના પ્રદેશમાંથી સાર્વભૌમ ખાલિસ્તાન બનાવવા માટે પંજાબ અને અન્ય સ્થળોએ ઉગ્રવાદ અને આતંકવાદના હિંસક સ્વરૂપને સમર્થન આપી રહ્યું છે.

SFJની સ્થાપના યુએસ સ્થિત પન્નુન દ્વારા કરવામાં આવી હતી. ભારત સરકારે પન્નુનને પણ આતંકવાદી જાહેર કર્યો હતો. તેને લગભગ ત્રણ વર્ષ પહેલા અલગ ખાલિસ્તાન માટે જનમત માટે ઝુંબેશ પણ ચલાવી હતી.અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવનાર પન્નુન આતંકવાદના આરોપમાં ભારતમાં વોન્ટેડ છે.

 

 

 

 

 

LEAVE A REPLY