UN chief Antonio Guterres
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના મહામંત્રી એન્ટોનિયો ગુટેરોસ (Photo by Jeff J Mitchell/Getty Images)

ઇઝરાયેલ પર ઇરાની હુમલાની સ્પષ્ટ નિંદા ન કરવા બદલ ઇઝરાયેલા યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના ઇઝરાયેલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયેલા આ નિર્ણયની સાથે ઇઝરાયલ અને યુનાઇટેડ નેશનલ વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે બુધવારે જણાવ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ ઇઝરાયેલ પર ઈરાનના ઘૃણાસ્પદ હુમલાની નિંદા ન કરી શકે, જેમ કે વિશ્વના લગભગ તમામ દેશોએ કર્યું છે, તે ઇઝરાયેલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી.”

કોપનહેગનમાં ઇઝરાયેલી દૂતાવાસની નજીક બે વિસ્ફોટ
કોપનહેગનમાં ઇઝરાયેલના દૂતાવાસથી આશરે 100 મીટર દૂર બે વિસ્ફોટ થયાં હતાં. તેમાં કોઇ જાનહાની થઈ ન હતી, પરંતુ નજીકની બિલ્ડિંગને નુકસાન થયું હતું. આ વિસ્ફોટોને પગલે નજીકની યહૂદી સ્કૂલને એક દિવસ માટે બંધ કરાઈ હતી. પોલીસે આ હુમલાના કનેક્શનમાં ત્રણ સ્વીડિશ નાગરિકોની ધરપકડ કરી હતી. કોપનહેગન પોલીસના પ્રવક્તા જેન્સ જેસ્પર્સને કહ્યું હતું કે “અમારી તપાસ દર્શાવે છે કે વિસ્ફોટો હેન્ડ ગ્રેનેડના કારણે થયા હોવાની સંભાવના છે.

 

LEAVE A REPLY