મે 2023માં ડર્બી સિટી કાઉન્સિલના નેતા બનેલા બેગી શંકર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ તેમને સ્થાને કાઉન્સિલના નેતા તરીકે ડેપ્યુટી કાઉન્સિલર નાદિન પીટફિલ્ડની વરણી કરવામાં આવી છે.

આ મહિનાની શરૂઆતમાં લેબર સંચાલિત ઓથોરિટીના વિપક્ષી કાઉન્સિલરો દ્વારા બેગી શંકર સામે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. શ્રી શંકર આગામી સામાન્ય ચૂંટણીમાં ડર્બી સાઉથ મતવિસ્તારના લેબર પક્ષના ઉમેદવાર છે અને તેમણે આ પગલાને “રાજકીય તકવાદનું ભયાવહ કૃત્ય” ગણાવ્યું હતું.

4 જૂને અવિશ્વાસની દરખાસ્ત મળ્યા બાદ લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી આપાતકાલીન બેઠકમાં કન્ઝર્વેટિવ જૂથના નેતા, સ્ટીવ હાસલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને શ્રી શંકરને તેમના પદ પરથી રાજીનામું આપવા હાકલ કરી. રિફોર્મ યુકેના એલન ગ્રેવ્સ દ્વારા આ મોશનને સમર્થન આપવામાં આવ્યું હતું.

મોશનના વિભાજનને સમર્થન આપવાના મત સાથે, મેયર ગેડ પોટરે તેમના નિર્ણાયક મતનો ઉપયોગ પ્રસ્તાવની તરફેણમાં નિર્ણય લેવા માટે કર્યો હતો.

મીટિંગ શ્રી શંકરે કહ્યું હતું કે તેઓ નેતાની ભૂમિકા ગુમાવવાથી નિરાશ થયા હતા, પરંતુ શ્રીમતી પીટફિલ્ડને ભૂમિકામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિપક્ષી કાઉન્સિલરોની કાર્યવાહીની પણ આકરી ટીકા કરી હતી.

LEAVE A REPLY