હવે ગણતરીના દિવસોમાં પાકિસ્તાન અને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ થવાનો છે ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ટીમના ચાર મહત્ત્વના ખેલાડીઓ આ સ્પર્ધામાં રમવાના નથી તે ખૂબજ પડકારજનક સ્થિતિ બની જશે.
ટુર્નામેન્ટ શરૂ થવાના થોડા દિવસ પહેલા ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે વન-ડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી કરાઈ હતી, પણ હવે તેના નિર્ણય મુજબ તે ફક્ત ટી-20 ક્રિકેટ રમશે. સુકાની પેટ કમિન્સ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત હોવાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમી શકે, તો મિચેલ માર્શ પણ અનફિટ હોવાના કારણે સ્પર્ધામાં રમી શકે તેમ નથી.